વેલ ક્મ



બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુ પર તમામ જીવોનો સમાન હક છે કારણકે આપણે બધા એક જ પરમ પિતાનાં સંતાન છીએ તેથી જ આખું વિશ્વ સહિયારું છે. કોઇપણ સુવિધાને ફક્ત વ્યક્તિગત હેતુ માટે અનામત રાખી બીજા જીવોને તેના હકથી દૂર રાખવો તે અકુદરતી અને આસુરી ઘટના છે -ગાંધીજી
           નમસ્કાર, આપનું સ્વાગત છે,
           માનવજીવન કુદરતનું ઉત્તમ સર્જન છે. માનવતા આપણને સમગ્ર વિશ્વ સાથે જોડી ‘વિશ્વ-માનવ’ બનાવે છે. આ માનવતાની દિવ્યતાની આપણા વર્તન દ્વારા પ્રગટ કરી થતી જીવનયાત્રા ખરેખર મંગલયાત્રા બની રહે છે. તમામ કુદરતી સંપત્તિઓ સાર્વજનિક અને સહિયારી છે. સૂર્ય, નદીઓ, સમુદ્ર, આકાશ, હવા ........વગેરે સૌના સહિયારા છે. વ્યક્તિને પણ આ લાગુ પડે છે. દરેક વ્યક્તિ અખૂટ શક્તિનો અજોડ ભંડાર છે જેની અભિવ્યક્તિ વ્યવહાર દ્વારા થતી હોય છે. વ્યક્તિગત શક્તિનો ઉપયોગ મોટાભાગે ફક્ત સ્વવિકાસ માટે થતો હોય છે જેના પરિણામે સમાજમાં વિકાસ સાર્વત્રિક નથી. ખરેખર તો આવી ક્ષમતાઓ ઇશ્વરદત્ત હોવાથી પોતાની સાથે-સાથે સમગ્ર વિશ્વના વિકાસ માટે પણ વપરાવી જોઇએ. સ્વવિકાસની સાથે સાર્વત્રિક વિકાસમાં સહભાગી બની આપણે વિશ્વબંધુત્વની યથાર્થતા સિદ્ધ કરી શકીએ.
                     ‘સહિયારો સર્વોદય’ એવા મિત્રોનું ગૃપ છે જેઓ પોતાની ક્ષમતાઓનો સરવાળો કરી તેને સહિયારી (બધાની) બનાવી ‘સર્વોદય’(બધાનો વિકાસ) માટે કામે લગાડે છે. આપણી પાસે જે પણ આવડત, કૌશલ્ય, સુવિધા , કલા.....હોય તે આપ અન્યના ઉત્થાન માટે ‘સહિયારું’ બનાવી લોકોપયોગ માટે વાપરી શકો છો. આપણે કપડાયજ્ઞ, જ્ઞાનયજ્ઞ, આહારયજ્ઞ, વિચારયજ્ઞ દ્વારા આપણી વિશેષતાઓને સમગ્ર વિશ્વ માટે ખુલ્લી મૂકી વિશ્વ માનવ બની શકીએ છીએ.
વેબસાઇટની મુલાકાત લેશો અને જરુરી સૂચન કરશો. 
          આવકાર: 
             આપ પણ આપને અનુકૂળ અને રસના ક્ષેત્રમા સહયોગ આપી શકો છો. અમે આપની શક્તિઓ અને સમયનો સહયોગ આવકારીએ છીએ. આપ આપની રીતે કોઇપણ પ્રવૃત્તિમાં જોડાઇને પોતાની રીતે કાર્ય કરી શકો છો. 

Contact : ૯૮૨૪૬૮૯૧૯૨ ( રાત્રે 8.30 થી 9.30)



    કપડા એકત્રીત કરનાર તમામ સહયોગી મિત્રોનો આભાર


પ્રતિશ્રી,
તમામ કલ્યાણ મિત્રો (કપડા સહયોગી)
તથા તમામ ગ્રામજનો/સોસાયટીના નાગરિકો 

                આપ સર્વેને નમસ્કાર, કુશળ હશો / કુશળતા ચાહીએ છીએ,
               એક સદી પહેલા યુવારત્ન સ્વામી વિવેકાનદે જણાવેલુ કે “ શિક્ષણ એ માનવમા પહેલેથી પડેલી દિવ્યતાની અભિવ્યક્તિ છે”. તેઓ કહે છે કે સેવાનો લાભ છેવાડાના માનવીને મળવો જોઇએ. સેવા સાર્વજનિક હોવી જોઇએ. આ દેશના લોકોને મોટી ઇમારતો કે ધર્મના ભાણની નહિ પણ રોટી અને રોજગારીની જરુર છે. તેમણે યુવાનોને લોકસેવાને જીવનનુલક્ષ્ય બનાવવાનુ આહવાન કરેલુ. આજે ભારતની 68% વસ્તી યુવાનો ( 20વષૅ થી 40 વષૅ) ની છે. આપણે જોઇ શકીએ છીએ કે જે વિસ્તારમાં યુવાનો જાગૃત હશે તે વિસ્તાર વિકાસની સીમાઓ સર કરે છે. યુવાનીનો સાચો અર્થ આપણી શક્તિઓનો ઉપયોગ અન્યના ઉત્થાન માટે કરવાનો છે. તેમના દૈવી વારસાને આગળ લઇ જવો તે આપણી ‘ભારતીય ફરજ’ છે.
        આપણે સૌએ સાથે મળીને જરુરિયાતમંદ બાળકો માટે કપડા એકત્રીત કરવાનું અભિયાન હાથ ધર્યું હતું. જેમાં આપશ્રી તથા આપના ગ્રામજનોએ ઉત્તમ સહયોગ આપ્યો હતો. આપના સહયોગ બદલ અમે સૌ આપનો હદયપૂર્વક આભાર માનીએ છીએ. આપ સર્વે પણ આ અભિયાનના એક અંગ બન્યા છો તેનો આનંદ વ્યક્ત કરીએ છીએ. આપણે એકત્રીત કરેલાં કપડાંનું વર્ગીકરણ કરી તેને આયોજન પ્રમાણે વિતરણ કરવામાં આવ્યાં છે અને બાકી કામ પણ આયોજન પ્રમાણે પૂર્ણ કરવામાં આવશે. આ તમામ કામગીરીની વિગત આ પત્ર સાથે આપની જાણસારુ મૉકલી રહ્યા છીએ જે સ્વીકારશો અને જરુર જણાય ત્યાં સલાહ-સૂચન આપશો.    
        આપણે સૌ આપણા નાના-નાના પ્રયાસોથી જરુરિયાતમદ ‘બાલ-દેવો’ની સેવાનો યજ્ઞ હરહમેશ ચલાવી શકીએ એવુ બળ આપણને ઇશ્વર આપે તેવી પ્રાર્થના,
        આપ તથા આપના તમામ ગ્રામજનો અને તેમના પરિવારના સભ્યોના સુખી તેમજ પ્રસન્ન જીવન માટે      શુભેચ્છાઓ,


    

     



નકલ રવાના:
. કપડાયજ્ઞના તમામ સહયોગી કલ્યાણ મિત્રો