કપડાયજ્ઞ



કપડાયજ્ઞ
આપની શાળામા અભ્યાસ કરતા જરુરિયાતમદ બાળકો માટે વિનામૂલ્યે જૂના કપડા મેળવી શકો છો. આપણે નીચેના ક્રમ પ્રમાણે કામ કરીશુ.
. નીચેનુ ફૉર્મ ભરશો. 

. આપને ફૉન કરવામા આવશે પછી કપડાયજ્ઞના સહયોગી મિત્ર આપની સસ્થાની મુલાકાત લેશે. 

. બાળકો માટેના કપડા મૉકલવામા આવશે. કપડા આપના તાલુકા સ્થળે એસ.ટી. બસમા કે અન્ય વાહનમા પહોચાડાશે. જો કપડા સારથિ મિત્રના અંગત વાહનની સગવડ હશે તો આપની શાળા સુધી મૉકલાશે.

૪. કપડાં વિતરણની કામગીરી માટે કોઇ કાર્યક્રમ કરવાનો નથી. વિતરણ કરનારે એક ખાલી રુમમાં ઉંમર પ્રમાણેનાં કપડાંના થેલા ખોલી ૫-૫ બાળકોની ટીમને વારાફરથી અંદર બૉલાવવાની છે જે પોતાની પસંદગી કરશે. 

૫. વિતરણ પૂર્ણ થયા પછી જે બાળકોને કપડાં આપ્યાં હોય તેમના નામની યાદી જનરલ રજીસ્ટર નંબર સાથે આચાર્ય/શિક્ષકની સહી કરી નીચેના સરનામે કવરમાં મૉકલવી.
કપડાયજ્ઞ

પરમ સકુલ, મુ.પો.પામોલ (ગામમા)

તા.વિજાપુર, જિ.મહેસાણા, પીન-૩૮૨૮૨૦, મૉ.૯૮૨૪૬૮૯૧૯૨

૬. કપડાં મેળવનાર શાળાઓનાં નામની યાદી જે ગામ/શહેર/સોસાયટીમાંથી કપડાં એકત્રીત થયાં હોય તે તમામ જગ્યાએ મૉકલવામાં આવે છે.  

વિનામૂલ્યે જૂના કપડા મેળવવાનુ ફૉર્મ ભરવા માટે નીચે ક્લીક કરો.