સહિયારો સર્વોદય હોમ પેજ

સહિયારો સર્વોદય


વેલકમ પેજ


નમસ્કાર, આપનું સ્વાગત છે,

માનવજીવન કુદરતનું ઉત્તમ સર્જન છે. માનવતા આપણને સમગ્ર વિશ્વ સાથે જોડી ‘વિશ્વ-માનવ’ બનાવે છે. આ માનવતાની દિવ્યતાની આપણા વર્તન દ્વારા પ્રગટ કરી થતી જીવનયાત્રા ખરેખર મંગલયાત્રા બની રહે છે. તમામ કુદરતી સંપત્તિઓ સાર્વજનિક અને સહિયારી છે. સૂર્ય, નદીઓ, સમુદ્ર, આકાશ, હવા ........વગેરે સૌના સહિયારા છે. વ્યક્તિને પણ આ લાગુ પડે છે. દરેક વ્યક્તિ અખૂટ શક્તિનો અજોડ ભંડાર છે જેની અભિવ્યક્તિ વ્યવહાર દ્વારા થતી હોય છે. વ્યક્તિગત શક્તિનો ઉપયોગ મોટાભાગે ફક્ત સ્વવિકાસ માટે થતો હોય છે જેના પરિણામે સમાજમાં વિકાસ સાર્વત્રિક નથી. ખરેખર તો આવી ક્ષમતાઓ ઇશ્વરદત્ત હોવાથી પોતાની સાથે-સાથે સમગ્ર વિશ્વના વિકાસ માટે પણ વપરાવી જોઇએ. સ્વવિકાસની સાથે સાર્વત્રિક વિકાસમાં સહભાગી બની આપણે વિશ્વબંધુત્વની યથાર્થતા સિદ્ધ કરી શકીએ.

‘સહિયારો સર્વોદય’ એવા મિત્રોનું ગૃપ છે જેઓ પોતાની ક્ષમતાઓનો સરવાળો કરી તેને સહિયારી (બધાની) બનાવી ‘સર્વોદય’(બધાનો વિકાસ) માટે કામે લગાડે છે. આપણી પાસે જે પણ આવડત, કૌશલ્ય, સુવિધા , કલા.....હોય તે આપ અન્યના ઉત્થાન માટે ‘સહિયારું’ બનાવી લોકોપયોગ માટે વાપરી શકો છો. આપણે કપડાયજ્ઞ, જ્ઞાનયજ્ઞ, આહારયજ્ઞ, વિચારયજ્ઞ દ્વારા આપણી વિશેષતાઓને સમગ્ર વિશ્વ માટે ખુલ્લી મૂકી વિશ્વ માનવ બની શકીએ છીએ.

વેબસાઇટની મુલાકાત લેશો અને જરુરી સૂચન કરશો.આપ આપને અનુકૂળ હોય તે ક્ષેત્રમા જોડાઇને સહયોગ આપી શકો છો.. 

સમ્પર્ક . ૯૮૨૪૬૮૯૧૯૨ ( રાત્રે ૮.૩૦ થી ૯.૩૦)

તાજેતરમા પૂર્ણ થયેલ કપડા વિતરણની કામગીરી 
૧. ખાટીચિતરા.ખાપા,ઘોડાગામ, તા. અમીરગડ, બ.કા, વિતરણ કરનાર-શ્રી મુસ્તુખાન સુખ. મૉ.૯૮૭૯૦૮૯૨૧૮ 
૨. રાઘાનેસડા ગામ અને આજુબાજુના પાંચ ગામ, તા.વાવ, જિ.બ.કા, વિતરણ કરનાર શ્રી જેતસિહભાઇ. મૉ-૯૯૧૩૩૬૩૦૮૬ 
૩.વંચિત બાળકોની હોસ્ટેલ, મોતીપુરા, હિમ્મતનગર, વિતરણ કરનાર ડૉ.મહેશભાઇ-૯૮૨૪૬૮૯૧૯૨ 
૪. શ્રી સતનગર પ્રાથમિક શાળા, તા.હિમ્મતનગર, વિતરણ કરનાર શ્રી જામાભાઇ-૯૯૭૮૪૯૩૮૯૯ 
૫.શ્રી રામસણ પ્રાથમિક શાળા,તા. ધાનેરા, જિ.બ.કા, કપદા પહોચાડનાર, ડૉ.હમીરભાઇ મૉ.૯૪૨૭૦૭૦૩૨૬ 
૬. શ્રી પેડામલી પ્રા. શાળા, સર્વોદય આશ્રમ પાસે, વિતરન કરનાર શ્રી મુકેશભાઇ 
૭. શ્રી અશનાપુરા પ્રાથમિક શાળા, તા.વિજાપુર, વિતરણ કરનાર- શ્રી કનુભાઇ મૉ.૯૯૭૯૨૧૨૦૨૭ 
૮. શ્રી કોલવડા પ્રાથમિક શાળા તા. વિજાપુર, વિતરણ કરનાર શ્રી દક્ષાબેન, મૉ.૯૪૨૭૮૦૧૮૧૮  
                                                                           જ્ઞાનયજ્ઞ
વિદ્યાર્થી સહાયતા કેન્દ્ર અને વિદ્યાર્થી હેલ્પ લાઇન